એક સમય હતો જયારે ભારત ને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. પછી અંગ્રેજો એ આપણી દરેક વસ્તુ લુટી લીધી. અને તેઓ આપણા થી વધુ ધનવાન બનવા લાગ્યા.
પહેલાંના સમય માં ભારત ના દરેક માણસ પાસે ઘણું બધું સોનું હતું. તેઓ પોતાના સોના ને સાચવવા માટે જમીન માં તેને દાટી દેતા હતા.
ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે કે આજે પણ જુનું સોનું, દાગીના અને જવેરાત જમીનની અંદર થી મળી આવે છે.
આવું કઇક જ બન્યું એક ખેડૂત સાથે. ખેડૂતનું જીવન ખુબ જ પરિશ્રમ વાળું હોય છે. રાત દિવસ તેઓ પરિશ્રમ કરી અને બે સમયનું અનાજ ભેગું કરી શકતા હોય છે.
આજે અમે તમને એક કિસ્સા વિષે જણાવીશું એ પણ એક ખેડૂત નો જ છે. એક ખેડૂત ને ખેતર ના કામ કરવા સમયે એક સોનાથી ભરેલું મટકું મળી આવ્યું હતું. અને જયારે તેની પાછળ છુપાયેલું સત્ય સામે આવ્યું દરેક ના હોશ ઉડી ગયા.
આ વાત છે ભટગામ ના નિવાસી ખેડૂત સુખ દેવની એક દિવસ તે ખેતર માં કઈક કામ કરી રહ્યા હતા ત્યારે એમને સોનાના દાગીના થી ભરેલું મટકું મળ્યું. તેની અંદર ઘણા બધા દાગીના હતા અને બધા જ સોના ના હતા.
પણ જયારે ગામ ના બીજા લોકો ને આ વાત ની ખબર પડી તો તેઓ એ આ વાત પોલીશ ને કહી દીધી અને પોલીશ એમના ઘરે આવ્યા. અને કહ્યું કે આ સંપતી સરકાર ની છે. આ સંપતિ માં તમારો હક ન કહેવાય.
ત્યારે ગામ વાળા લોકો અને પોલીશ વચ્ચે બોલાચાલી થઇ ગઈ. પોલીશ એ એમ કહ્યું કે આ સંપતિ માં સરકારનો હક છે. જયારે ગામ વાળા એ કહ્યું કે આ સંપતિ માં ગરીબ ખેડૂત નો જ હક છે.
અને પછી આ વાત થોડી વધી અને છેલ્લે ઝવેરી ને બોલાવવા માં આવ્યા અને દાગીના ની તપાસ કરાવી. અને પછી ખબર પડી કે આ દાગીના નકલી છે. અને પછી એવું તારણ લગાવવા માં આવ્યું કે કોઈ એ જમીન ઉપર કબજો કરવાના ઉદેશ્ય થી આવું કાવતરું કર્યું.