મિત્રો, હાલ વર્તમાન સમય ની જીવનશૈલી એટલી વ્યસ્તતા ભરેલી બની ગઈ છે કે સ્ત્રીઓ આ વ્યસ્ત જીવનશૈલી મા તેમના સ્વાસ્થ્ય અને સૌંદર્ય પર યોગ્ય ધ્યાન આપી શકતી નથી. જેના કારણે તેમણે સ્વાસ્થ્ય સંબંધિત અનેકવિધ સમસ્યાઓ થી પીડાવુ પડી શકે છે.
આ સમસ્યાઓ માની એક સમસ્યા છે વાળ ને લગતી સમસ્યા. હાલ વિશ્વ મા મોટાભાગ ની સ્ત્રીઓ વાળ ખરવાની તથા વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થી પીડાતી હોય છે. આ સમસ્યાઓ માથી મુક્તિ મેળવવા માટે તે અનેકવિધ મેડિસીન્સ તથા મોંઘી ટ્રીટમેન્ટ નો સહારો લેતી હોય છે પરંતુ, તેના થી કશો જ ફરક પડતો નથી.
જો તમે પણ વાળ ને લગતી આ ઉપરોક્ત સમસ્યાઓ થી પીડાતા હોવ અને તે માથી મુક્તિ મેળવી ને તમારા વાળ ને ચમકીલા તથા આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો આજે તમારા માટે આ લેખ મા અમે એક ઘરગથ્થુ ઉપચાર લાવ્યા છીએ. આ ઘરગથ્થુ ઉપચાર છે ઘર મા રાખેલી ચા ની પત્તી.
આ ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે તમારા વાળ ને પુન: ચમકદાર અને આકર્ષક બનાવી શકો. જો તમે આ ચા ની પત્તી નું પાણી વાળ મા લગાવો તો તમારા વાળ ચમકદાર બની જાય છે. આ ઉપરાંત હાલ ના યુવાવર્ગ ની જે સૌથી મોટી સમસ્યા છે સફેદ વાળ ની, તે સમસ્યા માંથી પણ મુક્તિ મળી શકે છે.
આ ધરગથ્થુ ઉપચાર નીચે મુજબ વિધિસર અને પદ્ધતિસર અપનાવો :
સૌથી પહેલા એક પાત્ર મા થોડૂંક પાણી લ્યો. ત્યારબાદ તેમાં ૬ ચમચી ચા ની પત્તી ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લ્યો. હવે આ પાણી ને ચૂલ્લા પર ચડાવી યોગ્ય રીતે ઉકાળી લ્યો. તેને આશરે ૩૦ મિનિટ સુધી ઉકાળો.
ત્યારબાદ ગેસ બંધ કરીને પાણી નીચે ઉતારી લ્યો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય એટલે તેને ગરણાં વડે ગાળી લો. હવે આ પાણી ને તમે તમારા વાળ મા લગાવો. તમે આ પાણી મા ઇચ્છો તો કોફી પણ ઉમેરી ને તેને મિક્સ કરી શકો છો.
આવી રીતે વિધિસર આ ઘરગથ્થુ ઉપચાર ને અજમાવવા મા આવે તો તમે વાળ ખરી જવા, વાળ તૂટી જવા, વાળ સફેદ થઈ જવા વગેરે જેવી વાળ ને સંબંધિત સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો.
આ ઉપરાંત પણ તમને અન્ય લાભો પહોંચી શકે છે. જેમ કે, તમારી ખરતા વાળ ની સમસ્યા નાબૂદ થશે તથા તમારા વાળ ભરાવદાર, ચમકદાર અને આકર્ષક બનશે. આ સિવાય બરછટ વાળ ની સમસ્યા પણ દૂર થશે અને તમારા વાળ મુલાયમ તથા મજબૂત બનશે. માટે આ અસરકારક ઘરગથ્થુ નુસ્ખા ને અવશ્ય અજમાવવો.