90 ના દાયકાનો સમય એવો હતો કે લોકોને ટીવી પ્રત્યે ખૂબ લગાવ હતો કારણ કે તે સમયે એટલા વધારે ખૂબ મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ ન હતા.
એક સમય હતો જ્યારે ટીવી સીરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’ પ્રસારિત થતી હતી. બાળકોને શોની જાદુઈ પેન્સિલનો કન્સેપ્ટ એટલો પસંદ આવ્યો હતો કે શો પ્રથમ ડીડી નેશનલ પર, પછી સ્ટાર પ્લસ પર અને પછી સ્ટાર ઉત્સવ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.
90 ના દાયકાનો શો શાકા લાકા બૂમ બૂમ તે સમયનો લોકપ્રિય હતો.અને આ શો ખૂબ પ્રખ્યાત હતો અને આગળ જતાં આ શો પણ બંધ થઈ ગયો હતો.
આ શોના બધા કલાકારો જાણે ક્યાં ગાયબ થઈ ગયા છે અને બધા પોત પોતાની લાઈફમાં બીજી થઈ ગયા છે. પરંતુ આ શોની એક એવી છોકરી છે જે ખૂબ મોટી થઈ ગઈ છે અને ખૂબજ વધારે પ્રખ્યાત પણ છે.
હા, ફ્રેન્ડ્સ શોમાં કરુણાની ભૂમિકા નિભાવનારી આ છોકરી આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક છે.
અને 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર છે, અમે વાત કરી રહ્યા છીએ તમારી પ્રિય સાઉથની અભિનેત્રી હંસિકા મોટવાની વિશે.
જણાવી દઈએ કે હંસિકાએ ટેલિવિઝનની ખુબજ જોવામાં આવતી સિરીયલમાં સાસ ભી કભી બહુ થી, શાકા લાકા બૂમ-બૂમ, દેશ મેં નીકલા હોગા ચાંદમાં કામ કર્યું છે.
ઘણા ટીવી શો કર્યા પછી 2003માં હંસીકા ‘કોઈ મિલ ગયા ‘,માં જોવા મળી હતી. રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર ફિલ્મમાં તેણે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.
આ પછી તે 2007 માં હિમેશ રેશમિયા સાથે ફિલ્મ ‘આપકા સુરુર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મુખ્ય અભિનેત્રી હતી. આ ફિલ્મ પણ હિટ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં હંસિકા પોતાનાથી 18 વર્ષ મોટા હિમેશ સાથે જોવા મળી હતી.
આ સમય દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે હંસિકાએ ઝડપથી મોટા થવા માટેના આવા ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મ દરમિયાન હંસિકા માત્ર 16 વર્ષની હતી.
હંસિકાનો જન્મ 8 ઓગસ્ટ 1991 માં મુંબઇમાં થયો હતો. તેના પિતા પ્રદીપ મોટવાની બીજનેસમેન છે અને તેની માતા મોના મોટવાની ત્વચા વિશેષજ્ઞ છે. હંસિકાએ તેનું સ્કૂલનું શિક્ષણ પોદર ઇન્ટરનેશનલ સ્કૂલ મુંબઇથી કર્યું હતું
અને તે પછી તેને ઇન્ટરનેશનલ કેરીક્યુલમ સ્કૂલમાં ભણવા માટે મોકલવામાં આવી હતી. હંસિકાના પિતા તેના જન્મ પછી તરત જ તેની માતાને છોડીને જતા રહ્યા હોવાનું કહેવાય છે. હંસિકા કહે છે કે તે ફક્ત તેની માતાની પુત્રી છે.
માહિતી ખાતર, હંસિકાનો પરિવાર બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. હંસિકાએ મુંબઈની પોદર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.
હંસિકા તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે. ઘણા ટીવી શો કર્યા બાદ 2003 માં, હંસિકાએ રિતિક રોશનની ફિલ્મ કોઈ મિલ ગયામાં કામ કર્યું હતું.
હંસિકા ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે ઘણા બધા સામાજિક કાર્ય પણ કરે છે. તેમણે આવી 30 મહિલાઓને સારવાર આપી હતી જેને બ્રેસ્ટ કેન્સર હતું. હંસિકા ‘ચેન્નાઈ ટર્ન્સ પિંક’ ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
2014 માં, હંસિકાનું નામ ફોર્બ્સની સૌથી પ્રભાવશાળી મહિલાઓની સૂચિમાં શામેલ કરવામાં આવ્યું હતું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે હંસિકા સૌથી ઓછી ઉમરની પહેલી એવી અભિનેત્રી છે જેના પ્રશંસકોએ મદુરાઇમાં તેમના નામ પર એક મંદિર બનાવ્યું છે. અહીં હંસિકાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.