આ છે કરીના કપૂરનું આલીશાન ઘર, જુઓ આ રહી અંદરની ખાસ તસવીરો, તમે જોશો તો તમારી આંખો ફાટી જશે…

0

સૈફ અલી ખાન જલદી જ તેમની પત્ની કરીના કપૂર અને દીકરા તૈમૂર સાથે તેમના નવાં ઘરે શિફ્ટ થવાના છે. સૈફ તેમના પરિવારને લીધે નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોટા પરિવારને લીધે સૈફ અલી ખાનને અત્યારે જે ઘરમાં રહે છે તે ઘર નાનું લાગે છે. કેમ કે, પટોડી પરિવાર ખૂબ જ મોટો છે અને તેમના ઘરે મહેમાન પણ વધારે આવે છે.

એવામાં તેમને મોટા સ્પેશવાળા ઘરની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, નવા ઘરમાં શિફ્ટ થતાં જ સૈફ તેમના અત્યારે જે ઘરમાં રહે છે તે ઘરને ભાડે આપશે.

રિપોર્ટ્સ મુજબ, સૈફ અને કરીનાએ તેમનું નવું ઘર શોધી લીધું છે. જલદી જ સૈફ, કરીના અને તૈમૂરની સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. અત્યારે નવા ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જે સૈફ ખુદ તેમની નજર સામે કરાવી રહ્યાં છે.

સૈફ અલી ખાનનો પરિવાર અત્યારે બાંદ્રા વિસ્તારના ફોર્ચ્યૂન બિલ્ડિંગમાં રહે છે. જે એક આલીશાન એપાર્ટમેન્ટ છે. આ ઘરને રજવાડી લૂક આપવામાં આવ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, સૈફ અને કરીનાનું નવું ઘર આ બિલ્ડિંગની સામે છે. સૈફ અલી ખાનના જણાવ્યા મુજબ, ‘અમારા નવા ઘરનું અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે.’

સૈફ અલી ખાનના જણાવ્યા મુજબ, ‘મારી બહેન સોહા અને તેમના પતિ કૃણાલ ઘણીવાર અમારા ઘરે આવે છે અને મારા બાળકો સારા અને ઇબ્રાહિમ પણ આવે છે.’

મારી બીજી બહેન મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે. માત્ર મારી મા દિલ્હીમાં ભાડાના ઘરમાં રહે છે. કેમ કે, જ્યારે તેમનું ઘર બનતું હતું ત્યારે લૉકડાઉન થઈ ગયું હતું. અત્યારે તે દિલ્હીમાં તેમના ઘરનું રિનોવેશન કરાવી રહ્યાં છે.

સૈફ અલી ખાનને પુસ્તકો વાંચવાનો શોખ છે. એટલા માટે તેમનો અલગથી પુસ્તકવાળો રૂમ છે. જ્યાં તે લાઇબ્રેરીમાં અનેક વિદેશી લેખકોના પુસ્તક વાંચે છે.

સૈફ અલી ખાનના ઘરમાં અનેક જગ્યાએ લેમ્પ અને મિણબત્તી જોવાં મળશે. આ દરેકમાં જૂની કલાકારી કરવામાં આવી છે. તલવાર અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા ઘરમાં હૉલમાં પણ જોવાં મળે છે.

આ ઉપરાંત તેમના ઘરમાં અનેક સુંદર પેઇન્ટિંગસ સાથે અલગ પ્રકારનું લાઇટિંટ પણ સારો લૂક આપે છે.

કરીના કપૂર અને સૈફના ઘરમાં આલીશાન કાલીન અને બેસવા માટે જૂના જમાનાનાં લાકડાથી બનેલી વસ્તુનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો છે. વુડન ફર્નીચર્સ પણ ઘરને એક અલગ લૂક આપે છે.

તૈમૂરને રમવા માટે એક અલગ રૂમ છે. અહીં તે ક્યારેક તેની મોટી બહેન સારા તો ક્યારેક ઘરના લોકો સાથે ખૂબ મસ્તી કરે છે.

ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન દરમિયાન સૈફ અલી ખાન પત્ની કરીના અને દીકરા તૈમૂર સાથે મરીન ડ્રાઇવ પર ફરવા નીકળ્યા હતાં. ઘરની બહાર બાળકોને લાવવા અને માસ્ક ના પહેરવા પર લોકોએ તેમને ટ્રોલ કર્યા હતાં.

આ વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે, ‘ત્રણ મહિનાથી તૈમૂર ઘરમાં હતો. જ્યારે લૉકડાઉન પછી તેને અમે ઘરની બહાર લાવ્યા હોય.

અમે માસ્ક પહેર્યું હતું પણ તે જગ્યા સુમસામ હતી એટલા માટે માસ્ક હટાવી દીધું હતું.’

‘અમે જોયું કે આસપાસના લોકો અમને જોઈ રહ્યા છે તો અમે ફરી માસ્ક પહેરી લીધું અને પછી ત્યાંથી જતાં રહ્યાં.’

બહેન સારા અલી ખાન સાથે રમતો તૈમૂર અલી ખાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here