ઇશા અંબાણી ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી છે, તેમની ફેશન અને ડ્રેસ સેન્સ બોલીવુડ તો શું હોલિવૂડની મોટી-મોટી અભિનેત્રીઓનાં ફેશનને પણ ટક્કર આપે છે.
ઈશા અંબાણીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને એ જ કપડાં સારા લાગે છે જે સંપૂર્ણ રીતે તમારા શરીર પર ફિટ બેસતા હોય. ફેશનને કારણે એવું કંઈ પણ પહેરી શકતી નથી, જે અન્ય લોકોની નજરમાં ખરાબ દેખાય.
આ કારણને લીધે પિંક કાર્પેટ ઇવેન્ટ થી લઈને ફોર્મલ મિટિંગ્સ સુધી ઇશા અંબાણી પિરામલની સુંદરતા મોટા ભાગે અન્ય હસીનાઓ પર ભારે પડતી જોવા મળે છે.
સામાન્ય દિવસોમાં ઈશા જ્યાં સ્ટેટમેન્ટ પેન્ટ-સુટ થી લઈને હેવી એમબ્લિશડ ગાઉનમાં જોવા મળે છે. વળી કોઈ સમારોહ માટે તે સબ્યાસાચી મુખર્જી, અબુ જાની અને સંદીપ ખોસલા જેવા ઇન્ડિયન ડિઝાઈનર્સનાં ડિઝાઈન કરેલાં કપડાં પહેરે છે.
ઇશા અંબાણી પોતાના એથનિક, વેસ્ટર્ન સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે. કોઈ ફેશન ઈવેન્ટમાં જો તે સુટ-સાડી નથી પહેરતી તો તે એવી ડ્રેસની પસંદગી કરે છે, જેનામાં તેમની સુંદરતાની સાથે સાથે ફેશનનો પણ ઉલ્લેખ થાય.
તેનું સૌથી તાજું ઉદાહરણ વર્ષ ૨૦૧૯માં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સમાં સંપન્ન થયેલ મેટ ગાલા ૨૦૧૯ ઇવેંટ છે. પ્રિયંકા, દીપિકા સિવાય ઇશા અંબાણી ઈવેન્ટનો હિસ્સો બની હતી.
આ ડિઝાઈનરનું ડિઝાઈન કરેલું સુટ પહેરેલ હતુ
તમને જણાવી દઇએ કે આ ઇવેન્ટ માટે ઇશા અંબાણીએ અમેરિકન ફેમસ ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરંગનું ડિઝાઇન કરેલ ડ્રેસ ગાઉન પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે ઈશાનો આ ડ્રેસ એક ફ્લોર સ્વીપિંગ બોલરૂમ ગાઉન હતું.
જેને સુંદર બનાવવા માટે ટયુલ અને શિમર જેવા મિક્સ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગળની તરફ ગાઉનમાં પ્લંજિંગ નેકલાઇન બનેલી હતી.
આવો હતો ઈશા નો ઓવરઓલ લુક
આ ઈવેન્ટમાં જો ઈશાનાં સમગ્ર લુક વિશે વાત કરવામાં આવે તો ઈશાએ પોતાના લુકને સુંદર બનાવવા માટે ડાર્ક ટોન મેકઅપની સાથે ન્યુડ લિપસ્ટિક, કોહલ આઇઝ, બિમિંગ હાઈલાઈટર અને વાળને પફી લુક આપીને સોફ્ટ કર્લ સાથે ઓપન જ રાખેલા હતા.
અહીયા પોતાના લુકને વધારે સારો બનાવવા માટે ઈશાએ એક ચમકતા હીરાનાં હારની સાથે સ્ટેટમેન્ટ રિંગને પહેરી રાખી હતી. તેની સાથે તેમણે ડ્રોપ ડાઉન ઇયરિંગ્સની પસંદગી આપેલી હતી.
આવી રીતે બની હતી ઈશા ની બહુમૂલ્ય ડ્રેસ
ડિઝાઇનર પ્રબલ ગુરંગ દ્વારા ઇશા અંબાણીનાં આ જબરદસ્ત ડ્રેસ વિશે પોતાના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી શેર કરતા જણાવ્યું હતું કે ઇશા અંબાણીનાં ડ્રેસને તૈયાર કરવામાં ૩૫૦ કલાકથી વધારેનો સમય લાગ્યો હતો. આ ડ્રેસ ની ખાસિયત ઓસ્ટ્રિચ ફેધર છે, જે બોલરૂમને ફ્લોન્ટ કરવામાં ખૂબ જ મદદ કરે છે.
અમે તેના પર ખૂબ જ બારીકાઈથી કામ કર્યું છે, કારણ કે અમે જાણતા હતા કે ઇશા અંબાણી કોણ છે અને તેમને કયા પ્રકારના આઉટફિટ પહેરવા પસંદ છે.
તેમણે જણાવ્યું હતું કે ફેશન ઈવેન્ટમાં પણ તેમને ધ્યાનમાં રાખીને અમે આઉટફિટમાં ડ્રામેટિક જ આપવાની કોશિશ કરી હતી, જેમાં અમે સફળ થયા હતા.