બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર ની દિકરી સમાયરા ની આ તસ્વીરો થઈ વાઇરલ, તે જોઈને રહી જશો દંગ..

0

પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી કરિશ્મા કપૂર કપુર પરિવારની છે અને કરીના કપૂરની ની મોટી બહેન છે.કરિશ્મા તેના ઉપનામ લોલો દ્વારા પણ જાણીતી છે.

25 જૂન 1974 માં મુંબઇમાં જન્મેલી બોલીવુડ અભિનેત્રીએ ઘણી પ્રખ્યાત અને એવોર્ડ વિજેતા ફિલ્મોમાં અભિનય કર્યો છે.કરિશ્માએ ફિલ્મની સફર 1992 ની ફિલ્મ પ્રેમ કૈદીથી શરૂ કરી હતી.લગ્ન કર્યા પછી તે ફિલ્મોથી દૂર છે અને હવે તેના છૂટાછેડા થઈ ગયા છે.

કરિશ્મા હતી પોતાના જમાનાની ખુબ જ પ્રખ્યાત

કરિશ્માને 90 ના દાયકાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી માનવામાં આવે છે.તેણે પોતાના દમ પરના અભિનયને કારણે ઘણા એવોર્ડ જીત્યા છે.

એવું કહેવામાં આવે છે,પુત્રીમાં માતાની છાયા દેખાય છે.તે જ રીતે, કરિશ્માએ તેની માતાને પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને હવે તેની પુત્રી પણ તે કરવા માટે તૈયાર છે.

વાઇરલ થઈ રહી છે સમાયરા ની તસ્વીરો

હવે કરિશ્માની જેમ જ તેની પુત્રી સમાયરા પણ બોલિવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. માના પગલાંને પગલે કરિશ્માની પુત્રી પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં દેખાવા જઇ રહી છે.

કરિશ્મા કપૂરની પુત્રીએ પણ સાબિત કરી દીધું છે કે તેમને કોઈ ઓળખમાં રસ નથી.તેના પરિવારના સભ્યોની જેમ,તે પણ જન્મજાત સુપરસ્ટાર છે.

માતા-પિતા ની દેખાય છે છબી

સમાયરા ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાળપણમાં,સમાયરા બરાબર તેની માતા કરિશ્મા અને સંજય જેવી દેખાતી હતી.

ચાલો તમને જણાવી દઈએ કે કરિશ્મા અને સંજયના છૂટાછેડા થયા છે.સમાયરા પણ મા કરિશ્માની જેમ સ્ટાઇલિશ છે.

સમારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે મોટા ભાગે એરપોર્ટ અથવા તેના નાના ભાઈ કિયાન સાથે પાર્ટીઓમાં જોવા મળે છે.

શોર્ટ ફિલ્મ ‘બી હેપી’ ને કર્યું છે ડાઇરેક્ટ

કરિશ્માની દસ વર્ષીય સમાયરાની રુચિ પણ ફિલ્મોમાં છે.સમાયરાએ એક ટૂંકી ફિલ્મ ‘બી હેપ્પી’ બનાવી છે જે 19 મી આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થઈ હતી.

આ ફિલ્મનું નિર્માણ બે વર્ષ પહેલાં સમાયરા દ્વારા કરવામાં આવ્યું હતું.સમાયરાને ફિલ્મની સાથે સિનેમેટોગ્રાફીમાં પણ અભિનયનો શોખ છે.

જ્યારે કરિશ્માને સમાયરાની ભાવિ યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “સમાયરાએ તેમનો માર્ગ પસંદ કરી લીધો છે.” સમાયરા તેના મુજબ જીવન જીવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here