આપણા ભારતીય શાસ્ત્રો મા ઘણા એવા શાસ્ત્રો છે કે જેના થી માનવી ના ભાગ્ય ની માહિતી મેળવી શકાય છે. આવા શાસ્ત્રો ની મદદ થી મનુષ્ય પોતાના ભવિષ્ય થી લગતી ઘણી મુશ્કેલીઓ નુ સમાધાન શોધી શકે છે.
તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા જ સમૃદ્ધ શાસ્ત્ર વિષે ની કે જેના દ્વારા માનવી ના અંગો પર થી જાણી શકાશે કે તે અત્યારે અથવા તો ભવિષ્ય મા ધનવાન બની શકશે કે નહી.
તો અહિયાં વાત કરવામા આવી રહી છે સામુદ્રિક શાસ્ત્ર ની કે જેના દ્વારા માનવી ના અંગો ને જોઇને તેના ભવિષ્ય વિષે ની માહિતી આપે છે.
આજ ના આ આર્ટીકલ મા માનવી ના પગ ની પાની ને જોય ને ઘણી વાતો જણાવવા મા આવે છે. આ રીત પ્રમાણે જોઈ ને દર્શાવવા મા આવે છે માનવી ના ભવિષ્ય વિષે.
આ રીતે પગ ની પાની જોઈ ને ભવિષ્યવાણી ની સાથોસાથ બીજી અન્ય વાતો પણ જાણી શકો છો. આ સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે માણસો ના પગ ના તળીયા કાળા હોય છે તેને આખું જીવન નાણાભીડ નો સામનો કરવો પડે છે.
આ સિવાય આવા વ્યક્તિઓ મોટેભાગે રોગગ્રસ્ત જ રહે છે તેમજ સંતાન થી લગતા પ્રશ્નો મા તેમને સદેવ પરેશાનીઓ રેહતી હોય છે.
જો કોઈ વ્યક્તિ ના પગ ના તળિયા પીળાશ વાળા દેખાતા હોય તેમજ તેની પગ ની આંગળીઓ પોળી-પોળી રેહતી હોય તો આવા વ્યક્તિઓ ને નાણા સંભાળીને વાપરવા જોઈએ નહિતર તેમને ધન થી લગતી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે અને તેમને ભવિષ્ય મા નાણાભીડ વેઠવી પડી શકે છે.
જો કોઈ વ્યક્તિ ના પગ ના તળીયા સાવ સપાટ હોય એટલે કે જો તેના તળીયા મા ખાડા ન દેખાતા હોય તો તેનો અર્થ એવો થાય છે કે આવા વ્યક્તિઓ ખુલ્લા દિલવાળા તેમજ ખુલ્લા વિચારવાળા હોય છે.
આ સિવાય આવા લોકો મહત્વાકાંક્ષી હોય છે અને તેમને ઘણા ભાગ્યશાળી પણ માનવામા આવે છે.