જો આપણે આપણાં પૂર્વજો વિશે વાત કરીએ તો પહેલા ના જમાના માં લોકો ને ૫૦ વર્ષ ની વય સુધી કોઈપણ શારીરિક અથવા તો માનસિક પીડાઓ ના થતી.
તેમના શરીર એટલા ખડતલ હતા કે કોઈપણ બીમારી તેમના શરીર માં પ્રવેશી શકતી નહીં. આ ખડતલ શરીર પાછળ નું રહસ્ય છે તેમનો આહાર.
પહેલા ના જમાના માં આવા ફાસ્ટફૂડ ના મળતા પરંતુ , શુદ્ધ , દેશી અને ચોખ્ખો આહાર મળતા જેના સેવન થી તમારુ સ્વાસ્થ્ય લાંબા સમયગાળા માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેતું.
જો તમે પણ વર્તમાન સમય માં તમારા શરીર ના સ્વાસ્થ્ય ને હુષ્ટ-પુષ્ટ રાખવા ઈચ્છતા હોવ અને ડાયાબીટીસ , બ્લડ પ્રેશર , હૃદય રોગ , સાંધા નો દુ:ખાવો વગેરે જેવી સમસ્યા થી પીડાવા ના ઈચ્છતા હોવ તો મેથીદાણા નું નિયમિત સેવન શરૂ કરી દયો.
મેથીદાણા ના સેવન થી પ્રાપ્ત થતાં ફાયદાઓ :
મિત્રો , તમારી જેટલી વય હોય તેટલા મેથીદાણા લઈ ને તેનું ધીમે-ધીમે અને ચાવી-ચાવી ને નિયમિત સેવન કરો. આ મેથી ના દાણા નું નિયમિત પરોઢ ના સમયે ભૂખ્યા પેટે સેવન કરવું.
જો તમને ચાવવા માં કોઈ સમસ્યા ઉદભવતી હોય તો પાણી ની સહાયતા વડે તેમને ગળી જવા. આમ , કરવાથી તમે નિરોગી અને તંદુરસ્ત રહો છો.
આ ઉપરાંત નિયમિત મેથી ના દાણા નું સેવન કરવાથી તમે ડાયાબીટીસ , સાંધા નો દર્દ , સોજા ચડી જવા , બ્લડપ્રેશર ની સમસ્યા , અપચો , બલગમી સમસ્યાઓ , સાયટીકા , ઘુંટણ માં દર્દ , હાથ-પગ સૂન્ન પડી જવા , માંસપેશીઓ માં ખેંચ-તાણ અનુભવવી , ભૂખ ના લાગવી , વારંવાર પેશાબ જવું , ચકકર આવવા વગેરે જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો તથા તમારું શરીર ઉર્જામયી બને.
મેથીના દાણા નું સેવન કરવાની પદ્ધતિ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અલગ-અલગ રોગો ના નિદાન માટે અનેકવિધ પદ્ધતિઓ દ્વારા મેથી ના દાણા નું સેવન કરવામાં આવે છે.
તમે મેથીના દાણા ને પાણી માં પલાળી ને તેનું સેવન કરી શકો , મેથીના દાણા ને અંકુરિત કરી તેમને ચાવી ને તેના રસ નું સેવન કરી શકો , મેથીના દાણા ને પાણી માં ઉકાળીને તે ઉકાળા નું સેવન કરી શકો.
તદુપરાંત ખીચડી-કઢી માં મેથીના દાણા ઉમેરીને તેનું સેવન કરી શકો , મેથીના દાણા ને શેકી તેને ક્રશ કરી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરી શકો , મેથીદાણા ના લાડવા બનાવી તેનું સેવન કરી શકો.
આ સિવાય મેથી ના દાણા ની ચા અને ઉકાળો બનાવી પણ તેનું સેવન કરી શકો. આ બધી જ પદ્ધતિઓ એકદમ યોગ્ય અને સરળ છે.