મિત્રો , વર્તમાન સમય માં જીવન એટલું ભાગદોડ ભરેલું બની ગયું છે કે ઘરનું કોઈ ને કોઈ સદસ્ય કોઈ ને કોઈ બીમારી થી પીડાતું હોય છે.
મુખ્યત્વે ડાયાબીટીસ , બ્લડપ્રેશર , એસીડીટી તથા સાંધાના દુ:ખાવા જેવી બીમારીઓ તુરંત જ વ્યક્તિ ને પોતાનો શિકાર બનાવી લે છે. હાલ આ બીમારીઓ ફેલાવવા પાછળનું મુખ્ય કારણ આધુનિક જીવનશૈલી ને વધુ પડતો બહારનો મરી-મસાલાવાળા આહારનું સેવન જવાબદાર છે.
આ પ્રકાર ની સમસ્યાઓ ને દૂર ભગાડવા માટે આપણે અનેક પ્રકારની એલોપેથી મેડિસીન્સ નું સેવન કરતા હોઈએ છીએ પરંતુ, આ દવાની આડ-અસરો આપણાં શરીર ને વધુ પડતું નિર્બળ બનાવે છે અને તેના કારણે અન્ય ગંભીર સમસ્યાઓ પણ ઉદભવે છે.
જો તમે આ સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરવા માંગતા હોવ તો તમારે આયુર્વેદીક દવાઓ નો સહારો લેવો પડશે.
હાલ, આપણે આ લેખ માં એક આયુર્વેદીક નૂસ્ખા વિશે ચર્ચા કરીશું જે તમારા શરીર ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકે તથા તેનાથી થતાં લાભો વિશે માહિતી મેળવીશું.
આ આયુર્વેદીક નૂસ્ખો તૈયાર કરવા માટેની આવશ્યક સાધન-સામગ્રી :
હિંગ : ૧ /૨ ચમચી , પાણી : ૧ ગ્લાસ
વિધિ :
આ આયુર્વેદીક નૂસ્ખો તૈયાર કરવા માટે સૌપ્રથમ એક ગ્લાસ પાણી ને એક પાત્ર માં હુંફાળું ગરમ કરી લ્યો.
ત્યાર બાદ આ પાણી માં ૧/૨ જેટલી હિંગ ઉમેરો અને તેને ઓગાળી લ્યો. ત્યાર બાદ આ પીણા નું સેવન કરો. આ પીણાં ના ફકત સેવન માત્ર થી તમે અનેક પ્રકાર ની સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકશો.
કારણકે , આ પીણા માં એન્ટીઈન્ફલેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ છે. જે આપણી પાચનશક્તિ મજબૂત બનાવે છે.
ફકત એટલું જ નહી આ હિંગનું પાણી નું સેવન કરવાથી તમારા દાંત અને તમારા હાડકા પણ મજબૂત બને છે. તો ચાલો આ પીણાં ના સેવન થી થતાં લાભો વિશે માહિતી મેળવીએ.
આ આયુર્વેદિક પીણાં ના સેવન થી થતાં લાભો :
અપચા ની સમસ્યા દૂર થાય :
મિત્રો , જો તમને પેટ ને લગતી કોઈપણ સમસ્યા ઉદભવે તો તેના નિવારણ માટે હિંગ ના પાણી નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે.
હિંગ એ એક પેટની સમસ્યાઓ ને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર સાબિત થાય છે. હિંગ માં સમાવિષ્ટ એન્ટીઈન્ફલિમેન્ટરી ગુણતત્વો શરીરમાં જમા થયેલાં કચરા ને દૂર કરે છે તથા અપચો અને એસીડીટી જેવી સમસ્યાઓ માંથી પણ રાહત આપે છે.
સ્કિન ને લગતી સમસ્યાઓ :
હિંગ મા ભરપૂર પ્રમાણ માં એન્ટીઈન્ફલ્યેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જેના લીધે તમને સ્કીન ને લગતી કોઈપણ સમસ્યા ઉદભવતી નથી. આ ઉપરાંત આ હિંગ ના પીણાં ના સેવનથી તમારા શરીરમાં પ્રવર્તતા તમામ બેરિયા નાશ પામે છે.
સ્ત્રીઓ ની સમસ્યા દૂર કરવામાં લાભદાયી :
સ્ત્રીઓ માટે પણ હિંગ નું સેવન ખૂબ જ લાભદાયી છે. હિંગ માં સમાવિષ્ટ એન્ટીઈન્ફલેમેન્ટરી ગુણતત્વો ના કારણે સ્ત્રીઓ ને માસિક ના સમયગાળામાં ઉદભવતી સમસ્યાઓ જેવી કે , ક્રેમ્પસ , અનિયમિત પીરીયડ્સ વગેરેમાંથી મુક્તિ મેળવી શકાય.
હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં લાભદાયી :
હિંગ માં કોમરીન્સ નામનું એક વિશિષ્ટ તત્વ સમાવિષ્ટ છે. જે રકત ને પાતળું બનાવીને તેના વહન માં વૃદ્ધિ કરે છે. આ ઉપરાંત અન્ય એક ખાસ વાત એ છે કે હિંગ ના સેવન થી શરીર માં રકત ના ગઠ્ઠા જામવાની સમસ્યા ઉદભવતી નથી.
જેથી , આપણાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નિયંત્રિત રહે છે અને તણાવમાંથી મુક્તિ મળે છે.
શ્વાસ ને લગતી સમસ્યાઓ સામે રક્ષણ મળે :
આ સામાન્ય એવી દેખાતી હિંગ તમારા શરીર માંથી કફને દૂર કરે છે અને તમારી શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયા ને સામાન્ય બનાવે છે. જેથી , તમને શ્વાસ ને લગતી કોઈ સમસ્યા ના ઉદભવે.
આ ઉપરાંત મધ, આદુ તથા હિંગ ના મિશ્રણ ને તૈયાર કરીને તેનું સેવન કરો તો તમે ઉધરસ અને બેકટેરિયા ની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.
પુરુષો ની સમસ્યામાં રાહત મળે :
જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે જો કોઈપણ પુરુષ શરીરમાં શારીરિક નબળાઈ અનુભવી રહ્યો હોય તથા અન્ય કોઈ શારીરિક તથા યૌન સમસ્યાઓથી પીડાઈ રહ્યો હોય તો તેમના માટે હિંગ નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે.
આ સમસ્યાઓ ને દૂર કરવા અને શરીર ના તંદુરસ્ત તથા સ્વસ્થ રાખવા માટે નિયમિત એક ગ્લાસ હિંગ ના પીણી નું સેવન કરવું.
બ્લડશુગર નું લેવલ નિયંત્રિત રહે :
જો વારંવાર બ્લડસુગર નું લેવલ વધી જતું હોય તો હિંગ તમારી આ સમસ્યા નું નીરાકરણ લાવી શકો છે. હિંગ નું નિયમિત સેવન કરવાથી ઈન્સ્યુલીન માં દબાણ આવે છે.
જે અગ્નાશય ની કોશિકાઓ ને ઉતેજિત કરે છે અને આપણાં બ્લડસુગર લેવલ ને નિયંત્રિત રાખે છે.
કેન્સર થવાની સંભાવના ઘટાડે :
હિંગ માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરમાં કેન્સર ની સમસ્યા ને પ્રવેશતા અટકાવે છે.
જો તમે નિયમિત અને નિરંતર હિંગ નું સેવન કરો છો તો તમારા શરીર માં પ્રવર્તતા ફ્રી રેડીકલ્સ દૂર થાય છે. આમ, હિંગ એ કેન્સરની કોશિકાઓ ને વિકસતા અટકાવે છે.
દાંતનો દર્દ દૂર થાય :
આ ઉપરાંત હિંગ એ દાંત ને લગતી અનેક પ્રકાર ની સમસ્યાઓ ના નિદાન માટે લાભદાયી સાબિત થાય છે. હિંગ માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ તમારી દાંત ને લગતી તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ અપાવી શકે.