આ પાંચ બદલાવ શરીરમાં દેખાય તો તમને હોય શકે છે ડાયાબિટીસ, તો આ લક્ષણોને નજર અંદાજ કરશો નહીં

0

ડાયાબિટીસથી દુનિયામાં ૪૨ કરોડથી વધુ લોકો પીડાય છે. આ બીમારી ખૂબ જ ઘાતક માનવામાં આવે છે અને તેનો કોઇ ઇલાજ પણ નથી, એટલે કે આખી ઉંમર આ બીમારી સાથે જીવવું પડે છે. તેથી આ ખૂબ જ જરૂરી છે કે તમે ડાયાબિટીસ ની ઝપેટમાં ના આવો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કેવી રીતે થાય છે ડાયાબિટીસ

ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ વધારે મીઠી વસ્તુઓ ખાવી છે. જે લોકો વધારે મીઠી વસ્તુઓ ખાય છે, તે લોકોને ડાયાબિટીસ થઈ જાય છે.

સામાન્ય રીતે 30 વર્ષની ઉમર પછી આ બીમારીથી ગ્રસ્ત થવાનો જોખમ વધારે હોય છે, પરંતુ આજકાલ બાળકોમાં પણ આ બીમારી ખૂબ જ જોવા મળી રહી છે.

શું છે દવા

ડાયાબિટીસ ની કોઈ પણ દવા નથી. એક વખત ડાયાબિટીસ થાય તો તે દર્દીને પોતાના ખાવાપીવા પર ખૂબ જ ખાસ ધ્યાન રાખવું પડે છે અને મીઠી ચીજવસ્તુઓનું સેવન એકદમ બંધ કરવું પડે છે. સાથે જ રોજ દવાનું સેવન પણ કરવું પડે છે. વધારે ડાયાબિટીસ હોય તો ઇન્જેક્શન પણ લગાવવા પડે છે.

Diabetes myths vs. diabetes facts | दिन के समय और खाने के तुरंत बाद सोने से शुगर बढ़ता है, नियमित व्यायाम करें | Patrika News

થઈ જાય છે બીજી પણ બીમારીઓ

ડાયાબિટીસ થવાના કારણે અન્ય રોગો પણ થવાનું જોખમ વધારે રહે છે. જો તમે તેને કંટ્રોલમાં ના રાખો તો ત્વચા, આંખો, બ્રેઇન સ્ટ્રોક વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ડાયાબિટીસ થવા પર ઘણા લોકોને સમય પર ખબર પણ નથી પડતી, જેના લીધે તેમનું સ્વાસ્થ્ય એકદમ ખરાબ થઈ જાય છે. આજે તમને ડાયાબિટીસ થતાં પહેલા કયા લક્ષણો જોવા મળે છે અને તેને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય તેના વિશે જણાવીશું.

વધુ તરસ લાગવી

મહિલાઓમાં આ લક્ષણો ડાયાબિટીસના! - Sandesh

એકદમ તરસ લાગવી અને વારંવાર પાણી પીવું ડાયાબિટીસના લક્ષણ માનવામાં આવે છે. વારંવાર પાણી પીવાથી લગાતાર બાથરૂમ જવું પડે છે,

તેથી તમને જો વધારે તરસ લાગે અને ખૂબ જ બાથરૂમ જવું પડે તો પોતાની ડાયાબિટીસની તપાસ કરવી જોઈએ. કારણ કે આ ટાઇપ-૨ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે.

લાગેલા પર રૂઝ ના આવવી

જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને ક્યાં લાગ્યું હોય તો તે સરળતાથી આરામ નથી થતો. વાસ્તવમાં આ રોગ હોય તો વાગેલા પર જલ્દી આરામ નથી થતો, તેથી જો તમને ક્યાંય વાગ્યું હોય અને આરામ ના થતો હોય તો ડોક્ટર પાસે જઈ ડાયાબિટીસની તપાસ કરાવવી.

ઝણઝણાટી થવી

હાથ અને પગમાં વધુ ઝણઝણાટી થવી પણ ડાયાબિટીસના લક્ષણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને વારંવાર હાથ કે પગમાં ઝણઝણાટી થતી હોય તો તે ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે.

વજન ઓછો થવો

એકદમ થી વજન ઓછો થવો પણ ડાયાબિટીસ થવાનું લક્ષણ માનવામાં આવે છે, તેથી વજન ઓછો થતો હોય તો તેને નજર અંદાજ ના કરવું અને ડાયાબિટીસની તપાસ કરાવવી.

આછું દેખાવવું

ડાયાબિટીસને લીધે આંખો પર ખૂબ જ અસર પડે છે અને ઘણી વખત ધૂંધળું પણ જોવા મળે છે. જો તમને આંખો સામે કાળા રંગના ધબ્બા કે પછી ધૂંધળું દેખાવા લાગે તો એક વખત પોતાની ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

આ રીતે કરવો ડાયાબિટીસને કંટ્રોલ

ડાયાબિટીસ હોય તો તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે મીઠી વસ્તુઓનું સેવન બંધ કરી દેવું જોઈએ.

સમય સમય પર ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ અને ડોક્ટર દ્વારા આપેલી દવાનું સેવન કરવું જોઈએ.

લીમડાના પત્તા ખાવાથી શરીરમાં સુગરનું સ્તર જળવાઈ રહે છે, તેથી રોજ ઓછામાં ઓછા 3 થી ૫ લીમડાનાં પાન ખાવા જોઈએ.

ડાયાબિટીસ થવા પર શરીરમાં દેખાય છે આ પાંચ બદલાવ, આ લક્ષણોને નજરઅંદાજ કરવા નહીં - Antic Gujarati

ડાયાબિટીસ હોય તો લીલાં શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ અને રોજ દાળ પણ ખાવી જોઈએ.

યોગ કરવા અને રોજ ઓછામાં ઓછો બે કિલોમીટર ચાલવું જોઈએ.

ના કરવી આ ભૂલ

ડાયાબિટીસ હોય તો ઘણા લોકો થોડાક દિવસ માટે મીઠું ખાવાનું બંધ કરી દેશે, પરંતુ જેવો સુગર સ્તર સારું થઈ જાય તો તે ફરીથી મીઠું ખાવાનું ચાલુ કરે છે, જે ખૂબ જ ખોટું છે. કારણ કે ડાયાબિટીસ એક એવી બીમારી છે જે જીવનભર સાથે રહે છે.

તેથી શુગરનું સ્તર નિયંત્રિત થઈ જાય તો પણ મીઠી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. સમય સમય પર તપાસ કરાવવી જોઈએ.

ડાયાબિટીઝ હોય તો દરેક ૩ અઠવાડિયે પોતાનાં ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઈએ. ઘણા લોકો ડાયાબિટીસ હોય તો પણ ટેસ્ટ નથી કરાવતા, તે ખોટું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here