મૂળો ન માત્ર એક શાકભાજી તરીકે લેવામાં આવે છે પણ તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. અને ઘણી બીમારીઓ દુર કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો મૂળા ખાવાથી થતા લાભ વિષે જાણીએ.
મૂળાથી ભૂખ વધે છે.
જો તમને ભૂખ ન લાગવાની તકલીફ છે તો રોજ ખાતા સમયે એક મૂળાને મરી સાથે લગાવીને ખાવાથી ભૂખ સારી લાગે છે. મૂળા ખાવાથી આખા પેટમાં પાચક રસોનું નિર્માણ વધી જાય છે અને ખુલીને ભૂખ લાગે છે.
મૂળા ખાવાથી આંખો સારી રહે છે
મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’ જેવા તત્વો મળી આવે છે જે આપણી આંખોની રોશનીને વધારે છે. રોજ સવારે મૂળા ખાવાથી આંખોની રોશની વધે છે. સવારે ખાવામાં નિયમિત રીતે મૂળાને જરૂર ઉમેરો.
મૂળા ખાવાથી ઊંઘ ન આવવાની તકલીફ દુર થાય છે
આમ તો રાત્રે મૂળા નાં ખાવા જોઈએ પણ જો તમે પણ ઊંઘ ન આવવાની તકલીફથી પરેશાન છો તો રોજ સાંજે એક મૂળાનું સેવન કરો આમ કરવાથી તમને ઊંઘ સારી આવશે.
મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જેના લીધે પેટ ભરેલું રહે છે અને ઊંઘ સારી આવે છે.
મૂળા ખાવાથી ગેસથી છુટકારો મળે છે
મૂળા ગેસની તકલીફ માટે રામબાણ છે. મૂળા અને ટામેટાનો સલાડ કે જ્યુસનું સેવન કરવાથી ગેસથી છુટકારો મળે છે. મૂળા ગેસની વધતી ગતિને વધારે છે.જેના કારણે આતરડામાં અટકેલી ગેસ પસાર થઇ જાય છે અને રાહત અનુભવાય છે.
મૂળા ખાવાથી દુર થાય છે પથરીની તકલીફ
મૂળાના રસમાં ક્ષારીય ગુણો હોય છે જેના લીધે તે ગુદા અને મૂત્રમાર્ગની પથરીના રોગીઓ માટે ખુબ લાભદાયક રહે છે. પથરીને લીધે બનતું સંક્રમણ ની સમસ્યા માટે પણ તે ખુબ સારો લાભ કરે છે.