આપણી ભારતીય સંસ્કૃતિમાં સંબંધોને ખૂબ જ અહેમિયત આપવામાં આવે છે. બોલીવુડમાં પણ સંબંધ ને સારી રીતે દેખાડવામાં આવે છે.
વાત કરવામાં આવે ભારતીય સંસ્કૃતિમાં જમાઈ ને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન મળેલું છે. જમાઈના ઘરે આવવા પર તેમનું ધ્યાન રાખવામાં આવે છે. કોશિશ કરવામાં આવે છે કે જમાઈ ને કોઈ પણ જાત ની ઉણપ ના આવે.
વાત કરવામાં આવે બોલિવૂડની તો બોલિવૂડમાં થોડા એવા અભિનેતા રહેલા છે. જે સૌથી અમીર ઘરના જમાઈ બનેલા છે.
આ બધા ચેપ્ટર એ પોતાના મન મરજીથી પોતાની જીવનસંગિની ને પસંદ કરેલી છે અને આજે સૌથી અમીર ઘરના જમાઈ બનીને બેસેલા છે. એવું નથી કે આ સ્ટાર પહેલાથી ફેમસ હતા.
અમે આજની પોસ્ટમાં જે સ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ પહેલાથી છે મસ્ત છે અને દુનિયાભર ના લોકો તેમને ઓળખે પણ છે. તેમની પાસે પૈસાની કોઈ પણ ઉણપ નથી પરંતુ આ ઘરના જમાઈ બનીને તેની લાઈફ પહેલા થી વધુ સારી થઈ ગઈ છે
આજે અમે આ પોસ્ટ દ્વારા એવા અભિનેતાઓ વિષે વાત કરીશું તો ચાલો જાણીએ બૉલીવુડ ના તે અભિનેતાઓ ના વિષે જે આજે એક અમીર ઘરના દામાદ છે.
અક્ષય કુમાર
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનું. રાજેશ ખન્ના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર માનવામાં આવે છે અને અક્ષય કુમાર તેમના જમાઈ છે.
અક્ષય ટ્વિંકલ ના લગ્ન 17 જાન્યુઆરી વર્ષ 2001માં થયા હતા. આજે બંને બોલીવૂડના સૌથી આઇડલ કપલ માનવામાં આવે છે.
ધનુષ
સાઉથના સુપરસ્ટાર ધનુષ સાઉથના પહેલા સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંત ના દામાદ છે. ધનુષ ને ‘કોલાવરી ડી’ ગીત પછી દુનિયાભરના લોકો ઓળખવા લાગ્યા હતા.
ત્યારબાદ ફિલ્મ રાંઝણા થી તેમણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. તેમણે વર્ષ 2004માં રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા.
શર્મન જોશી
શર્મન જોશી પોતાના જમાનાના મશહૂર વિલન પ્રેમ ચોપડા ના દામાદ છે. 3 idiot અને ગોલમાલ માં કામ કર્યા પછી તેમનું નામ સફળ અભિનેતાઓની લિસ્ટમાં સુમાર થઈ ગયું છે. વર્ષ 2000માં શર્મન જોશી એ પ્રેરણા ચોપડા સાથે લગ્ન કર્યા હતા.
કૃણાલ કપૂર
આ નામ લગભગ તમારા માટે આશ્ચર્ય થઈ શકે તેવું હશે. રંગ દે બસંતી માં પોતાના શાનદાર અભિનયથી કુણાલ બધાના દિલ જીતી ચૂક્યા છે.
લગ્ન પછી કૃણાલ એક મોટા ઘરના દામાદ બની ગયા છે. તેમણે મહાનાયક અમિતાભ બચ્ચન ના નાના ભાઈ અજીતાભ બચ્ચન ની દીકરી નૈના સાથે લગ્ન કર્યા છે.
અજય દેવગન
અજય દેવગન ને લોકો એક્શન હીરોના રૂપમાં વધુ ઓળખે છે. ફક્ત એક્શન હીરો જ નહીં પરંતુ તે કોમેડીમાં પણ મહારત મળવેલી છે.
વર્ષ 1999માં કાજલ સાથે લગ્ન કરી લીધા અને પોતાના જમાનાની મશહૂર અભિનેત્રી તનુજા ના દામાદ બની ગયા. આજે બન્નેની જોડીએ બોલીવુડમાં સુપરહિટ છે.
કૃણાલ ખેમુ
કૃણાલ ખેમુ બાળપણમાં હમ હૈ રાહી પ્યાર કે, રાજા હિન્દુસ્તાની, ભાઈ અને જુડવા જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો હતો પરંતુ મોટા થયા પછી તેમણે તે સફળતા મળી શકી નહીં જેમની તેમની પાસેથી ઉમ્મીદ હતી.
પરંતુ ઢોલ, ટ્રાફિક સિગ્નલ અને ધમાલ જેવી ફિલ્મોમાં તેમના કામને ઘણું જ વખાણવામાં આવ્યું. કહી દઈએ કે કૃણાલ ખેમુ એ પટોડી ખાનદાન ની દીકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે.