જાવેદ જાફરીએ ૧૯૮૫માં “મેરી જંગ” ફિલ્મ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે જાવેદ જાફરીને ૩૪ વર્ષ થઈ ચૂક્યાં છે.આ ફિલ્મમાં જાવેદ જાફરી વિક્રમ ઠકરારનાં દિકરાનું પાત્ર નિભાવી રહ્યા હતા.
ખાસ વાત એ છે કે આટલી લાંબી કારકિર્દીમાં જાવેદ હંમેશા સપોર્ટિંગ રોલ જ નિભાવી શક્યા, પરંતુ આ કિરદાર એટલા દમદાર હતા કે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી.
જાવેદનો દીકરો મિજાને પણ થોડા સમય પહેલા સિનેમા જગતમાં ડેબ્યૂ કરી લીધું છે, તો વળી તેની દીકરીને પણ ઘણાં મોટા ઓફર્સ મળી ચૂક્યા છે, પરંતુ તે તેને ઠુકરાવી ચૂકી છે.
જાવેદ જાફરીનાં ૩ બાળકો છે, તેમને બે દીકરા અને એક દીકરી છે. જેનું નામ મિજાન, અબ્બાસ અને અલાવિયા છે. મિજાન ની ફિલ્મ “મલાલ” થોડા સમય પહેલાં રિલીઝ થઈ હતી અને વળી તેમની દીકરી હજુ સિનેમા થી દૂર રહેવા માગે છે. ખબરોનું માનવામાં આવે તો જાવેદ જાફરી ની દીકરી અલાવિયા ને અત્યાર સુધીમાં ૧૫ મોટી ઓફર્સ મળી ચૂકી છે, પરંતુ તે બધી ઓફરને નકારી ચૂકી છે.
અલાવિયા નાં ભાઈ મિજાનનાં અનુસાર “અલાવિયા અને તેનામાં ફક્ત દોઢ વર્ષનું અંતર છે. અલાવિયા હજુ ન્યૂયોર્કમાં છે અને ફેશન બિઝનેસનો અભ્યાસ કરી રહી છે. અત્યાર સુધીમાં તેને ૧૫ ફિલ્મોની ઑફર મળી ચૂકી છે. હું નામ લઈશ નહિં, પરંતુ તેણે ઘણા મોટા બેનર્સને પણ હાં કહી નહીં.
અલાવિયાએ મને કહ્યું હતું કે તે એક્ટિંગ પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગે છે, ત્યારબાદ તે ઑફર્સ પર ધ્યાન આપશે. હજુ તેના કોર્સનું ત્રીજુ વર્ષ ચાલી રહ્યું છે અને પૂર્ણ થવામાં હજુ એક વર્ષ બાકી છે.”
જાવેદ જાફરીનાં ત્રણેય બાળકોમાં અલાવિયા સૌથી મોટી છે. જાણકારી માટે જણાવી દઈએ કે અલાવિયાએ પોતાની સ્કૂલિંગ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી કરેલ છે. અલાવિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.
ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે અલાવિયા શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. સોશિયલ મીડિયા પર જ્હાન્વી સાથે તેની ઘણી તસ્વીરો રહેલી છે.
જાવેદ જાફરીનાં દિકરા મિજાન “મલાલ” ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં રહેલ હતા. મિજાન પહેલા ઘણા સ્ટાર કિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂક્યા છે. ગયા વર્ષે જ ચંકી પાંડે ની દીકરી અનન્ય પાંડેએ “સ્ટુડન્ટ ઓફ ધ યર-૨” થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર પણ ડેબ્યુ કરી ચૂકી છે.