ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવતાં 71 વર્ષના હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
આ સમાચાર મળતાં જ કૃણાલ પંડ્યા સૈયદ અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડી વડોદરા પહોંચ્યો હતો જ્યારે હાર્દિક પડ્યા 12:30 વાગે ફ્લાઈટ મારફતે મુંબઈથી વડોદરા પહોંચ્યો હતો.
ત્યારે આપણે હાર્દિક પંડ્યાની લાઈફ પર એક નજર કરીએ..
હાર્દિક પંડ્યા ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય છે. પંડ્યાએ ઘણાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતને જીત અપાવી છે.
દેશ-વિદેશની ધરતી પર પોતાની બેટિંગ અને બોલિંગથી લોકોના છક્કા છોડાવનારા હાર્દિક પંડ્યા ગુજરાતના વડોદરાના રહેવાસી છે.
હાર્દિકનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું, પણ હવે તેમની પાસે વડોદરામાં ભવ્ય ઘર છે. આવો અમે તમને બતાવી ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ઘર.
હાર્દિક પંડ્યાનું આ ઘર વડોદરાના સૌથી પૉશ વિસ્તારમાં છે. આ ઘરમાં તે આખા પરિવાર સાથે રહે છે.
હાર્દિક પંડ્યાનું આ પેન્ટાહાઉસ 6 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.
ઘરમાં એટલી જગ્યા છે કે, હાર્દિક ઘણીવાર ભાઈ કૃણાલ પંડ્યા સાથે ઘરમાં જ ક્રિકેટ રમે છે.
હાર્દિના ઘરની ડિઝાઈન અનુરાધા અગ્રવાલે કરી છે. અનુરાધા ઓલિવ ક્રિએશન્સની ક્રિએટિવ ડિરેક્ટર છે.
ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ઘરની અંદર હાર્દિકે જીમ પણ બનાવ્યું છે.
ઘરની અંદર હોમ થિએટર પણ લગાવવામાં આવ્યું છે.
ઘરના બેડરૂમમાં ભાઈ કૃણાલ સાથે રમતો હાર્દિક પંડ્યા.
હાર્દિક પંડ્યાનું કિચન.
હાર્દિક પંડ્યા ઘરમાં કસરત કરતો જોવા મળે છે