દરેક વ્યક્તિ સુખ સુવિધાઓથી ભરેલું જીવન જીવવા માંગે છે.પરંતુ ઘણીવાર આપણા ઘરમાં ગણી એવી વસ્તુઓ આવે છે,જે નકારાત્મક ઉર્જા ફેલાવે છે.
ઘણી વખત આ પ્રકારની નકારાત્મક ઉર્જાને લીધે,સંપત્તિના આવકમાં અવરોધ ઉભા કરે છે.જેના લીધે ઘરમાં ધનની સારી એવી આવક થતી નથી.તે ઉપરાંત કેટલીક મુશ્કેલીઓ આવતી થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણી વાર ધન-સંપત્તિના કેટલાક આવકના સ્તોત હોવા છતા ઘરમાં તે ધન ટકતું નથી.એવું કહેવામાં આવે છે કે આની પાછળનું કારણ ઘરની કેટલીક ચીજો હોઇ શકે છે.
આવી સ્થિતિમાં તે વસ્તુઓ ધન અને સંપત્તિના સંચયને અટકાવે છે.માટે ધન પ્રાપ્તિ માટે નકારાત્મક ઉર્જાવાળી વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી યોગ્ય રહેશે.જાણો એવી કઈ વસ્તુઓ છે જે ધન પ્રાપ્તિમાં અવરોધ ઉભા કરે છે.
બંધ ઘડિયાળ –
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં બંધ ઘડિયાળો રાખવી અશુભ છે.એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં બંધ ઘડિયાળ હોય ત્યાં નકારાત્મક ઉર્જા રહે છે.આ નકારાત્મક ઉર્જાને કારણે સંપત્તિ પ્રાપ્તિ યોગ અને સંપત્તિ સંચય યોગ બનતા નથી.
આવી સ્થિતિમાં ઘરમાં બંધ રહેલી ઘડિયાળો દૂર કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.જો તમે આ ઘડિયાળો રાખવા માંગતા હો તો તેઓની મરામત કરવી જોઈએ.
તૂટેલા ચંપલ –
ઘરમાં રહેલી તૂટેલી ચપ્પલ પણ પૈસાનો નાશ કરે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના અન્ય સભ્યો સિવાય ખાસ કરીને ઘરના મુખ્ય મોભી સભ્યનું ચપ્પલ ક્યાંયથી તૂટેલું હોવુ જોઈએ નહીં.
એવું કહેવામાં આવે છે કે ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવાથી ગરીબી આવે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલી ચંપલો તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.
ફાટેલુ પગ-લુંશનીયું –
એવું માનવામાં આવે છે કે ઘરમા કોઈ પણ ભાગમાં ફાટેલું પગ-લુંશનીયું રાખવામાં આવે તો માતા લક્ષ્મી ઘરમાં રહેતી નથી.
વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે ઘરે આવતા અને જતા લોકો ઘરમા આં રાખેલ ફાટેલુ પગ-લુંશનીયા પર પગ રાખે છે,આં એક ગરીબીનું કારણ બને છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાંથી ફાટેલું પગ-લુંશનીયું દૂર કરવું જોઈએ.
લાકડાનો ઢગલો –
લોકો સામાન્ય રીતે ઘરના એક ખૂણામાં લાકડાનો ઢગલો મૂકી દે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ લાકડા આં ઢગલાને ઘરમાં શુભ માનવામાં આવતું નથી.એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી અપ્રચલિતતા આવે છે અને બિનજરૂરી રીતે પૈસા ખર્ચ થાય છે.