મન્નત કરતા પણ વધુ સુંદર છે શાહરુખનું આ અમેરિકા વાળું ઘર, એક રાત નું ભાડું જાણી ને તમે પણ વિચારવાનું બંધ કરી દેશો…..

0

શાહરૂખ એક એવું નામ છે જેને પરિચયની જરૂરીયાત નથી. દુનિયાભરનાં લોકો તેને બોલિવૂડના બાદશાહ કિંગ ખાનનાં નામથી ઓળખે છે.

આટલા વર્ષોમાં તેણે આ વાત સાબિત પણ કરી બતાવે છે કે તેઓ બોલિવૂડનાં અસલી કિંગ છે અને તેમની જગ્યા કોઈ લઈ શકતું નથી.

શાહરુખ ખાન એકમાત્ર એવા કલાકાર છે, જેમણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોયેલા છે. વળી કોઈપણ રોલ તેઓ ખૂબ જ ધગશથી નિભાવે છે.

શાહરુખ ખાન અભિનેતા હોવાની સાથે-સાથે એક નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે વિદેશોમાં પણ ખૂબ જ છે. વિદેશોમાં પણ લાખોની સંખ્યામાં શાહરૂખનાં ચાહનારા લોકો રહેલા છે.

Pics: મન્નત થી પણ ખુબસુરત છે શાહરૂખ નું અમેરિકા વાળું ઘર, બસ 'આટલું' છે એક રાત નું ભાડું - Anokho Gujju

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે શાહરૂખ ખાને ખૂબ જ મહેનત કરે છે. તેમના સંઘર્ષનાં દિવસોની કહાની થી લગભગ બધા લોકો વાકેફ હશે. ટીવી થી લઈને મોટા પડદા સુધી શાહરૂખ ખાનની આ સફર શાનદાર રહેલી છે.

શરૂઆતનાં દિવસોમાં સડક પર ઘણી રાતો પસાર કરનાર શાહરુખ ખાન આજે ઘણા બંગલાનાં માલિક છે.

મોટાભાગનાં લોકો શાહરૂખ ખાનનાં મુંબઈ સ્થિત બંગલા “મન્નત” વિશે જાણે છે, પરંતુ તમને જણાવી દઈએ કે “મન્નત” સિવાય શાહરુખ ખાનની પાસે ઘણા અન્ય બંગલા પણ રહેલા છે.

અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં શાહરૂખ ખાનનાં આલીશાન બંગલા રહેલા છે. શાહરૂખ ખાનનાં મુંબઈ વાળા બંગલાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઘણી વખત વાયરલ થઈ ચુકી છે.

તેવામાં આજે અમે તમને આ પોસ્ટમાં શાહરૂખ ખાનનાં અમેરિકાવાળા ઘરના ફોટો બતાવવા જઈ રહ્યા છીએ. શાહરુખ ખાનનું આ અમેરિકા વાળું ઘર કોઈ જન્નતથી ઓછું નથી.

શાહરૂખ ખાનનો બંગલો અમેરિકાનાં કેલિફોર્નિયાનાં વેબરલી હિલ્સ સ્થિત છે. અવારનવાર શાહરુખ ખાન પોતાના ફેમિલી સાથે વેકેશન પર આ બંગલામાં રોકાય છે.

શાહરૂખ ખાનનો આ બંગલો કોઈ લક્ઝરી બંગલાથી ઓછો નથી. આ બંગલામાં તે બધી સુવિધાઓ રહેલી છે, જે એક સુપરસ્ટારનાં ઘરમાં હોવી જોઈએ.

સ્વિમિંગ પૂલ થી લઈને પર્સનલ જિમ સુધી આ બંગલામાં બધું જ રહેલું છે. શાહરૂખ ખાન પોતાનો આ બંગલો ભાડા ઉપર પણ આપે છે, જેની એક રાતની કિંમત ૨ લાખ રૂપિયાની આસપાસ છે. શાહરૂખ ખાનનાં ઘરની તસ્વીરો આર્કિટેક્ચર ડાઈજેસ્ટ દ્વારા શેર કરીને તેને પિરિયડ રિવાઇવલ જણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે વેબરલી હિલ્સમાં પાંચ સ્ટાઈલમાં ઘર રહેલ છે, જેમાંથી સ્પેનિશ, કોલોનીયલ, રૂરલ યુરોપિયન, ટ્રેડિશનલ, કન્ટેમ્પરરી અને પિરિયડ રિવાઇવલ છે. શાહરૂખ ખાનનાં આ આલીશાન બંગલામાં ૬ બેડરૂમ છે.

આ બંગલામાં એક મોટો સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ ટેનિસ કોર્ટ અને જકુજીની પણ સુવિધા છે. રોડિયો ડ્રાઇવ, વેસ્ટ હોલીવુડ અને સેન્ટા મોનિકા થી ફક્ત પાંચ મિનિટનાં અંતર પર શાહરૂખ ખાનનો આ સુંદર બંગલો આવેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here