આ અમુક સરળ રીતો થી તમે વાળ ને ઝડપ થી લાંબા તેમજ ઘટાદાર બનાવી શકો છો
ઘણીવખત કોઈ સ્ત્રી ના લાંબા ઘટાદાર રેશમી વાળ જોઈ ને તમે તેની વિષે જાત-જાત ની કલ્પના કરતા હશો. ઘણા કેહતા હશે કે તેને વાળ વારસા મા આવ્યા છે અથવા ઘણા કેહતા હશે કે તે કદાચ વાળ ની સંભાળ સારી રીતે લેતી હશે.
ઘણી સ્ત્રીઓ કુદરતી રીતે જ લાંબા કાળા વાળ ધરાવતી હોય છે પરંતુ ઘણી સ્ત્રીઓ માટે લાંબા ઘટાદાર વાળ હોવા એ એક સપનું બની રહે છે.
તો જો તમે પણ આવા કોઈ સપનાઓ સેવતા હોય તો આજ નુ આ આર્ટીકલ તમારા માટે જ છે, જેથી તમે પણ લાંબા તેમજ ઘટાદાર વાળ ના માલિક બની શકો. તો ચાલો જાણીએ આ વિષે.
રાતે સુતા પહેલા એકવાર તો વાળ મા દાંતિયો ફેરવો
મોટેભાગે રાતે સુતી વખતે કોઈ ને પણ વાળ મા દાંતિયો ફેરવવા નો વિચાર પણ ન આવે પરંતુ રાતે જો સુતા પહેલાં એકવાર પણ વાળ મા દાંતિયો ફેરવી લીધો હોય તો તમારા વાળ ના સ્વાસ્થ્ય મા સુધારો આવવા લાગે છે.
કારણ કે માથા ની ચામડી પર દાંતિયા નું ઘર્ષણ થવા ને લીધે તેમાં રહેલું તેલ છુટ્ટું પડે થાય છે તેમજ તે માથા ના દરેક ભાગ મા વહેંચાય છે અને તેના ફળસ્વરૂપ વાળ ને કુદરતી રીતે જ મોઇશ્ચરાઇઝર મળવા લાગે છે.
વાળ મા કેમિકલો નો ઉપયોગ ટાળવો
ઘણા લોકો ને વાળ રંગવા નો શોખ હોય છે તેમજ માર્કેટ મા જુદા-જુદા કલર કેમિકલ દ્વારા તમે તમારા વાળ ને સુંદર દેખાડતા હોવ તો તેનાથી તમારા વાળ ના ક્યુટીકલ નાશ પામે છે અને વાળ ઝડપ થી તુટવા લાગે છે અથવા તો વાળ બે મોઢા વાળા બને છે અને માટે જ તે લાંબા નથી થઈ શકતાં.
યોગ્ય ખોરાક નુ કરવું સેવન
વાળ ની ખરેખરી સુંદરતા માટે ખોરાક જ આધારભૂત હોય છે. તમે વાળ મા કયું તેલ વાપરો છો, ક્યાં શેમ્પુ નો ઉપયોગ કરો છો તેના ઉપર વાળ નુ સ્વાસ્થ્ય નિર્ભર નથી પરંતુ તમારા ખોરાક પર તેનો મોટો આધાર રહેલો હોય છે.
આ માટે તમારે પ્રોટિનવાળો ખોરાક ખાસ લેવો જોઈએ, તેમા પમ ફણગાવેલા કઠોળ, સુકામેવા, આખા અનાજ તેમજ મચ્છી નો સમાવેશ થાય છે. વાળ માટે પ્રોટીન ની સાથોસાથ વિટામિન્સ એ, સી તેમજ ઈ અને ઝિંક, આયર્ન જેવા મિનરલ્સ, ઓમેગા -૩ ફેટિ એસિડ પણ જરૂરી હોય છે.
અવાર-નવાર વાળ ની ટ્રીમ કરવાનુ રાખો
હા આ વાંચતા તમને અચરજ થશે કે વાળ ને લાંબા કરવા માટે વાળ ને કાપવા જોઈએ ? તમે સાચું જ વાંચ્યું છે. જો તમે લાંબા વાળ ઇચ્છતા હોવ તો તમારે તેને છેડે થી થોડા-થોડા અડધો-પોણો ઇંચ જેટલા અવાર-નવાર કાપતા રહેવા જોઈએ.
તે તમારા વાળ ને લાંબા કરવામા ભલે મદદરૂપ ન થાય પરંતુ બે મોઢાળા વાળ તેમજ અધકચરા વાળ ને તે દૂર કરે છે
તેમજ આ રીતે તે વાળ ને સ્વસ્થ બનાવે છે. કેમ કે વાળ જયારે બે મોઢાળા થવા લાગે છે તો તેની લંબાઈ વધવા ની ગતી ધીમી થઈ જાય છે અથવા તો સાવ બંધ થઈ જાય છે.
નિયમિત શેમ્પુ કરવાનુ ટાળવો
જો તમને નિયમિત શેમ્પુ કરવા ની ટેવ હોય તો આજ થી જ આ ટેવ નો ત્યાગ કરો કેમ કે નિયમિત શેમ્પુ ના ઉપયોગ થી વાળ માટે જે તેલ શરીર મા બનતું હોય તે ઓછુ થવા લાગે છે.
તેની જગ્યાએ અઠવાડિયા મા એકાધ બે વાર શેમ્પુ નો ઉપયોગ કરવો જેથી વાળ નીચે ની ત્વચા મા નું તેલ છુટ્ટુ પડે અને વાળ ને કુદરતી રીતે ભેજ મળી રહે, જે વાળ ને સ્વસ્થ બનાવે છે.
વાળ ધોવા માટે ઠંડા પાણી નો ઉપયોગ કરવો
ઘણા માણસો બારે માસ ઉનાળો હોય કે શિયાળો ગરમ પાણી થી જ સ્નાન કરતા હોય છે. તો આ સમયે વાળ ને ધોવા માટે જો શેમ્પુ નો ઉપયોગ પણ ગરમ પાણી સાથે કરતા હોવ તો તે ટાળવું.
ગરમ પાણી વાળ ઉપર ખરાબ અસર પાડે છે. આ માટે વાળ ને ધોતા સમયે સાદા પાણી નો ઉપયોગ કરવો હિતાવહ છે. તેથી ક્યુટીકલ ને મદદ મળે છે અને વાળ મજબૂત બને છે.
રેશમી તકિયા પર માથુ રાખી ને ઊંઘ લેવી
સામાન્ય રીતે માણસો ને કોટન ના તકિયા ના કવર ઉપર માથુ રાખી ને ઊંઘ લેવા ની ટેવ હોય છે પરંતુ જો તેની જગ્યાએ રેશમ ના કવરવાળા તકિયા નો ઉપયોગ કરવા મા આવે તો વાળ તુટવા ની સમસ્યા ઓછી જોવા મળશે તેમજ વાળ ને તમે વધતા પણ જોઈ શકશો.
હેર સ્ટાઇલિંગ ટૂલ્સ નો ઉપયોગ નહિવત કરવો
સામાન્ય રીતે માણસ ને વાળ ઉપર કોઈપણ જાત ના સ્ટાઇલિંગ ટૂલ્સ નો ઉપયોગ ટાળવો જોઈએ. તેમ છતા જો અમુક કારણોસર ઉપયોગ કરવા નો થાય તો તેની હીટ બને ત્યા સુધી ઓછી રાખવી જોઈએ
એટલે કે તેનું તાપમાન નીચું સેટ કરવું જોઈએ. વધુ પડતા ગરમ તાપમાન ને લીધે પણ વાળ નબળા પડી જતા હોય છે અને તે શુષ્ક બની જાય છે.
વાળ ને સુદંર રાખવા ત્વચા પર આપો વધુ ધ્યાન
આજે માર્કેટ મા ઘણી એવી પ્રોડક્ટસ મળે છે કે જે વાળ ને રેશમી તેમજ મુલાયમ બનાવે છે અને ઘણા અંશે આ સત્ય પણ છે પરંતુ તેના ઉપયોગ ને લીધે ક્યાંક તમારી ત્વચા તો ડ્રાઈ તો નથી થઈ રહી ને અથવા તો વધુ પડતી તેલી તો નથી થઈ ને ?
શું વાળ ને અડતા ની સાથે તમને મુલાયમ લાગે છે ખરા ? આ માટે જ વાળ નો ખ્યાલ તમારી ત્વચા ની જેમ જ રાખવા નો હોય છે કેમ કે વાળ ના મુળિયા મા તો સ્વસ્થ ત્વચા જ હોય છે.
સ્વાસ્થ્ય ને સુધારવા ની દોડ મા બોડી ક્લિન્ઝિંગ થી દૂર રહો
ઘણા ડાયેટીશિયન એવું જણાવતા હોય છે કે ક્લિન્ઝિંગ થી માનવી નુ જીવન બદલાય જાય છે પરંતુ તેના થી તમારા વાળ ને ઘણા અંશે નુકસાન થઇ શકે છે.
બોડી ક્લિન્ઝિંગ પધ્ધતિ થી શરીર મા રહેલું તમામ ન્યુટ્રિશન ધોવાઈ જતું હોય છે અને જેની સીધી જ અસર તમારા વાળ ઉપર પડતી હોય છે.
ભીના વાળ મા દાંતિયો ફેરવતા રાખો ધ્યાન
જયારે વાળ હજુ ભીના હોય ને તમારે દાંતિયો ફેરવવો હોય તો ધ્યાન રાખવું જોઈએ કેમ કે ત્યારે વાળ સૌથી વધુ નબળા હોય છે.
આ માટે ભીના વાળ મા દાંતિયો ન ફેરવવો અને તેમ છતા જો ઉતાવળ હોય તો એવા દાંતિયા નો ઉપયોગ કરવો કે જે તમારા વાળ ને કોમળતા થી હેન્ડલ કરે.
આ સિવાય વાળ ને ઓળવતી વખતે પણ સીધા ઉપર થી જ તેને ન ઓળો પરંતુ પેહલા નીચે થી ગુંચ કાઢવાનુ શરૂ કરો અને ત્યારબાદ ધીરે-ધીરે ઉપર તરફ વધો. શરૂઆત મા પહોળા દાંતાવાળા દાંતિયા નો ઉપયોગ કરવો.
વિટામિન થી ભરપુર ખોરાક આરોગો
જો તમને તમારા આહાર માંથી પુરતા પ્રમાણ મા વિટામિન્સ ન મળતા હોય તો તમારે ડોક્ટર આગળ થી મલ્ટી વિટામીન ની દવા માટે ની સલાહ લેવી જોઈએ.
તમારા વાળ, ત્વચા તેમજ નખ માટે ના જરૂરી વિટામિન્સ વાળા પુરક ખોરાક નુ સેવન કરવું જોઈએ. આવું કરવા થી તમને તમારા વાળ મા ગજબ નો ફાયદો જોવા મળશે.