મોટા ભાગના લોકો બીટનો સલાડમાં ઉપયોગ કરે છે, જો કે ખૂબ ઓછા લોકોને ખબર હશે કે બીટ ખૂબ જફાયદાકારક છે અને પુરુષોની મોટાભાગની ખાસ સમસ્યાનો રામબાણ ઈલાજ છે.
એનીમિયાના શિકાર લોકોને ફાયદો
બીટ એટલે કે બીટરૂટ (Beetroot)નો ઉપયોગ કેટલાક લોકો સલાડ તરીકે કરે છે, જ્યારે કેટલાક લોકો તેનું જ્યુસ પણ પીવે છે.
બીટમાં આયર્નની માત્રા વધુ હોય છે, જેને કારણે લોહીની ઘટ કે એનીમિયાના શિકાર લોકોને બીટ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.
પાચનશક્તિ વધારવામાં ઉપયોગી
પાચન શક્તિ વધારવા માટે પણ બીટ ખાવાનું જણાવવામાં આવે છે કારણ કે તેમાં ફાઇબર પણ હોય છે. આ ઉપરાંત તે પુરુષોના યૌન સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. બીટ ખાવાને લીધે મોટા ભાગની યૌન સમસ્યા દૂર થાય છે.
પરુષોએ દરરોજ ખાવું જોઈએ
બીટ અંગે થયેલી એક સ્ટડી પ્રમાણે રોજ એક કપ બીટનું જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું રહે છે.
પુરુષોમાં જો ઇરેક્ટાઇલ ડિસફંકશનની સમસ્યા નિયમિત રીતે હાઈ બ્લડ પ્રેશરના કારણે છે તો નિયમિત બીટનું જ્યૂસ પીવાથી તેમાં સુધાર આવી શકે છે. જેથી પુરુષોએ દરરોજ બીટ ખાવું જોઈએ અથવા જ્યુસ પીવું જોઈએ.
અનેક બીમારીઓને રાખે છે દૂર
બીટરૂટમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જેથી તે શરીરમાં હીમૉગ્લોબિન વધારવામાં મદદ કરે છે. એનીમિયાના કારણે શરીરમાં હીમૉગ્લોબિન બનવાનું ઘણું ઘટી જાય છે.
નસમાં ઑક્સિજનનો સંચાર ઓછો થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેવામાં બીટનું જ્યુસ પીવાથી અથવા બીટ ખાવાથી એનીમિયામાં ફાયદારૂપ થાય છે.
મહિલાઓ માટે પણ બીટ ફાયદાકારક
માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ માટે પણ બીટ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન બીટનું સેવન ઘણું ફાયદારૂપ છે. બીટમાં એવા અનેક પોષક તત્વ મળે છે જ ગર્ભવતી મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક (ભ્રૂણ)ના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ખાવું જોઈએ બીટ
બીટ ફૉલેટ એટલે કે ફૉલિક એસિડનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ તત્વ ગર્ભસ્થ શિશુના વિકાસ માટે ઘણું મહત્વપૂર્ણ છે.
ગર્ભાવસ્થા દરમિયાન બીટનું સેવન કરવાથી બાળકોનું મસ્તિષ્ક સારી રીતે વિકસે છે. તેની સાથોસાથ ટિશ્યૂનું પણ નિર્માણ ઝડપથી થાય છે. જેથી સગર્ભા મહિલાઓને બીટ ખાવાનું કહેવામાં આવે છે.